અમદાવાદ ની મુલાકાતે જ્હોન અબ્રાહમ

કડકડાટ ગુજરાતી બોલી ને આપ્યું ઇન્ટરવ્યૂ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ હાલમાં ફિલ્મ ‘અટેક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે પોતાની નવી ફિલ્મ  અટેકનાં પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા, જે 1 એપ્રિલનાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. તેમણે સાયન્સ સીટીની મુલાકાત લીધી. તેમની નવી ફિલ્મ અટેક રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ  આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પર આધારિત છે.

આ ફિલ્મ વિષે વાત કરતા તેઓ કહે છે કે તેમની આ ફિલ્મ કોઈ સાઈન્સ ફિક્શન નથી પરતું તે રિયાલીટી પર આધારિત છે.આજની તારીખમાં દુનિયામાં શું થાય છે તે બધું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.તેઓ કહે છે કે DRDO પણ ઇન્ડિયન આર્મી રોબોટ બનાવી રહ્યું છે અને એક દિવસ ઇન્ડિયન આર્મી પાસે પણ સુપર સોલ્જર્સ હશે. આ ફિલ્મમાં તેઓ અર્જુન શેરગીલનું પાત્ર ભજવી રહ્યા છે, જેની પાસે એક ચિપ હોય છે જેનું નામ ઈરા છે અને ફિલ્મમાં જે કંઈપણ એક્શન છે તે બધું ઈરા દ્વારા જ થાય છે.

અમદાવાદનાં કર્યા વખાણ 
જ્હોન અમદાવાદનાં વખાણ કરતા કહે છે કે અમદાવાદ તેમના માટે લકી રહ્યું છે. તેમનો મિત્ર પણ અમદાવાદમાં રહે છે. સાથે તેમણે ગુજરાતી ફૂડ પણ ખુબ જ પસંદ છે અને અહી એક પોઝીટીવીટી અનુભવાય છે.

સાયન્સ સિટીના કર્યા વખાણ
જ્હોન અબ્રાહામ સાયન્સ સિટીના વખાણ કરતા કહે છે કે હું તો સાઈન્સ સીટી જોઇને ચોંકી ગયો કે ટેકનોલોજી કેટલી આગળ આવી ગઈ છે. તેમણે સાયન્સ સિટીમાં રોબોટીક્સનાં વખાણ કર્યા, જે તેમની ફિલ્મનો પણ મુદ્દો છે.

પત્રકાર સાથે જ્હોનની તુતુ-મૈંમૈં
તાજેતરમાં જ જ્હોન ફિલ્મની સ્ટાર-કાસ્ટ તથા ડિરેક્ટર સાથે દિલ્હી ગયો હતો. અહીંયા તેણે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુસ્સામાં જ્હોને એક પત્રકારોને ખરું-ખોટું સંભળાવી દીધું હતું.ઇવેન્ટમાં પત્રકારે જ્હોનને ‘ધ કાશ્મીર ફાઇલ’ અંગે સવાલ કર્યો હતો. જોકે, જ્હોને આ સવાલ પર ધ્યાન જ આપ્યું નહોતું.

ત્યારબાદ અન્ય કોઈકે જ્હોનને સવાલ કર્યો હતો કે તમારી ફિલ્મમાં એક્શનનો ઓવરડોઝ હોય છે, જ્યાં સુધી તમે 4-5 લોકો સાથે ફાઇટ કરો તે બરોબર છે, પરંતુ તમે એકલા જ 200 લોકો સાથે ફાઇટ કરો તો તે થોડું વધુ પડતું થઈ જાય છે. ખાસ કરીને તમે બાઇક ઊંચકીને ફેંકી દો કે પછી હેલિકોપ્ટર અટકાવી દો.

જ્હોને જવાબ આપ્યો
જર્નલિસ્ટ હજી બોલવાનું પૂરું કરે તે પહેલાં જ જ્હોને તેને અધવચ્ચેથી અટકાવીને કહ્યું હતું કે તે તેની આગામી ફિલ્મ ‘અટેક’ અંગે વાત કરે છે? પરંતુ જર્નલિસ્ટે કહ્યું હતું કે આ સવાલ તેની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ માટે હતો. આના પર જ્હોને પ્રત્યુત્તર આપ્યો હતો કે તે માત્ર ‘અટેક’ની જ વાત કરશે. જો કોઈને આનાથી વાંધો હોય તો તેને માફ કરે.

Leave a comment