અથિયા શેટ્ટી ને ક્રિકેટર કેએલ રાહુલ દક્ષિણ ભારતીય રીત-રિવાજથી વર્ષના અંતે લગ્ન કરશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર સો.મીડિયામાં તસવીરો શૅર કરતાં હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા આ વર્ષે લગ્ન કરવાની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રણબીર તથા આલિયાએ લગ્ન કર્યાં હતાં.

દક્ષિણ ભારતીય રીત-રિવાજથી લગ્ન કરશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વેડિંગ કરશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.

ત્રણ વર્ષથી ડેટ કરે છે
સુનીલ શેટ્ટીના નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કપલના પેરેન્ટ્સને અથિયા તથા રાહુલની જોડી ઘણી જ પસંદ છે. બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરશે.

હાલમાં જ અથિયાએ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
હાલમાં જ રાહુલનો 30મો જન્મદિવસ 18 એપ્રિલના રોજ હતો. ચાહકો તથા ક્રિકેટર્સે રાહુલને બર્થડે વિશ કર્યો હતો. અથિયાએ પણ પ્રેમીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’

Leave a comment