અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખ, છથી વધારે લોકોનાં મોત

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં આજે મોટી માર્ગ હોનારત (Road accident) બની છે. જેમાં મોડાસાના આલમપુર (Alampur) પાસે ભયાનક ત્રિપલ અકસ્માત (Triple accident) થયો છે. અકસ્માતમાં ચારથી પાંચ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ (Traffic jam) થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઇવે (Modasa Nadiad highway) પર ટ્રાફિક થંભી ગયો હતો. અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા. આ ઉપરાંત આરટીઓ અધિકારી, મોડાસા મામલતદાર અને ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક ત્રણ ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટ્રકમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ટક્કર બાદ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકો સળગી રહેલા વાહનો નજીક ન જાય તેવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ઉપરાંત ટ્રાફિકને ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે 10 વાગ્યની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે અંદર સાતથી આઠ લોકો ફસાયા હોવાની શક્યતા છે.

આગના કોલ બાદ ફાયરના ત્રણ ટેન્કરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોડાસાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ પ્રસરી
મળતી વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. એ બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. હાલમાં બે જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાઈવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ

એક ડ્રાઈવર વાહનમાંથી કૂદી જતા તેનો બચાવ

Leave a comment