IPLની ફાઇનલમાં ગુજરાતની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.

ટીમના સભ્યો વિશે વાત કરી
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મેં ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી આસપાસ સારા લોકો હોય તો તમને સારું લાગે છે. આ જ કારણે આપણે સારું પ્રદર્શન કરી શકીએ છીએ અને હવે અમે ફાઈનલ રમીશું. આપણે રમતની પ્રતિષ્ઠા જાળવવી જોઈએ. રાશિદ ખાન એક સારી વ્યક્તિ છે, મિલરને રમતો જોઈ મને ગર્વ થયો.

જીતમાં દરેક ખેલાડીનું યોગદાન જરૂરી
તેણે વધુમાં કહ્યું હતું કે હું ટીમની જરૂરત પ્રમાણે બેટિંગ કરું છું. તમારું સ્થાન કયું છે એનો કોઈ ફરક પડતો નથી. ગ્રુપ મેચમાં અમે મુંબઈ સામે ભૂલો કરી હતી, જેને અમે રિપીટ કરવા માગતા નથી. હું દરેક ખેલાડીને પ્રોત્સાહન આપવા માગતો હતો અને કહેવા ઈચ્છતો હતો કે દરેક ખેલાડી યોગદાન આપે. પછી તે 10, 15 કે 20 રન કેમ ન હોય.

જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી હું ઈચ્છતો હતો કે IPL હું જીતું. હું ચોથી વખત IPLની ફાઈનલમાં પહોંચ્યો છું, અગાઉની ટૂર્નામેન્ટ હું જીત્યો છું અને આ વાત મેં ટીમના સભ્યોને કહી છે.

ગુજરાત 7 વિકેટે જીત્યું
ક્વાલિફાયર 1માં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 6 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધારે રન બટલરે 56 બોલમાં 89 અને સંજુ સેમસને 26 બોલમાં 47 રન કર્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 19.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો. ગુજરાત તરફથી મિલરે 38 બોલમાં 68 રન, હાર્દિકે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગીલ અને મેથ્યુ વાડેએ 35-35 રન બનાવ્યા હતા.
  • ક્વોલિફાયર-1માં ગુજરાતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ અને પાર્ટનરશિપનું રહ્યું છે.
  • ડેવિડ મિલરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 68* રનની ઈનિંગ રમી હતી.
  • હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 5 ચોગ્ગા ફટકારી 40* રનની ઈનિંગ રમી હતી.
  • બંને ખેલાડી વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
  • પહેલા બેટિંગ કરતા રાજસ્થાનના જોસ બટલરે 56 બોલમાં 89 રન કર્યા હતા.
  • ગુજરાતના મોહમ્મદ શમી, યશ દયાળ અને સાઈ કિશોરે 4 ઓવરના સ્પેલમાં 40+ રન આપી 1-1 વિકેટ લીધી હતી.
  • ગુજરાત ટાઈટન્સે પહેલી 3 ઓવરમાં શાનદાર બોલિંગ કરીને રાજસ્થાનના બેટરને મુશ્કેલીમાં મુક્યા હતા.
  • બીજી ઓવરમાં GTના યશ દયાળે ચોથા સ્ટમ્પ પર ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. જેને બેકફુટ પર ડ્રાઈવ મારવા જતા RRનો યશસ્વી જયસ્વાલ (3 રન) પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
  • પાવરપ્લેમાં મોહમ્મદ શમીએ 3 ઓવર ફેંકી હતી જેમાં તેણે 10 ડોટ બોલ નાંખ્યા હતા.
  • પાવરપ્લે સુધી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 55/1 રહ્યો હતો.
ખેલાડીટોસ હાર્યો
સંજુ સેમસન13*
મહેન્દ્ર સિંહ ધોની12
મહેન્દ્ર સિંહ ધોની11
વિરાટ કોહલી11

Leave a comment