અલ્પેશ ઠાકોરે કહ્યું – અમારી સજ્જનતાને નબળાઈ ન સમજો, લોકોને ડરાવનારાઓના અડ્ડા બંધ કરી દઈશું

ભાભરઃ વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન પણ આપ્યું હતું. જોકે આ સભામાં અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે લોકોને ડરાવનારાઓ ચેતી જજો સપ્તાહ પછી ભાજપનું જ શાસન આવશે. આવા તત્વોના અડ્ડા બંધ કરી દેવાશે એમ પણ કહ્યું હતું.

સજ્જનતાને નબળાઈ ન સમજો- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમારી સજ્જનતાને નબળાઈ ન સમજતા. તેમણે આ દરમિયાન વિરોધીઓને મર્યાદામાં રહેવા ટકોર કરી દીધી છે. એની સાથે કહ્યું હતું કે સત્તા તો ભાજપની જ આવવાની છે. સપ્તાહ પછી પરિણામ આવી જ જશે. જેટલા અસામાજિક તત્વો અને લોકો પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો એમ કહે છે કે ગામમાં પ્રવેશ કરવા નહીં દઈએ, તેમને જણાવી દઉં કે સપ્તાહ પછી અમે જ છીએ.

આ છપ્પની છાતીવાળા મોદીજીનું શાસન છે- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે વધુમાં આક્રમક નિવદેન આપતા કહ્યું કે અસમાજિક તત્વો તૈયારી રાખજો બધા. હવે કઈ કોંગ્રેસનું શાસન નથી, તમારા રાજમાં તો ભાઈ લોગોનું, ગુંડાઓનું રાજ ચાલતું હતું. અત્યારે તો છપ્પનની છાતીવાળા મોદીજીનું શાસન છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે જે લોકોને એવું થયું હોય કે ચૂંટણી છે એટલે જેટલા દબાવવા હોય એટલા દબાવી લઈએ. તો એવા ભ્રમમાં ન રહે.

Leave a comment