આવતીકાલે ભાદરવી પૂનમ: શામળાજી મંદિરે જતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે.

  • શામળાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમનો મેળો
  • શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો
  • આવતીકાલે મંદિર વહેલી સવારે 5.00 વાગ્યે ખુલશે

યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આવતીકાલે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે. 

વહેલી સવારે ખુલી જશે મંદિરના દ્વાર 
આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 

મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે
જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 

      વિગતદર્શનનો સમય
      મંદિર ખૂલશેસવારે 5.00 વાગ્યે
      મંગળા આરતીસવારે 5.45 વાગ્યે
      શણગાર આરતીસવારે 8.30 વાગ્યે
      મંદિર બંધસવારે 11.30 વાગ્યે
      મંદિર ખૂલશે રાજભોગ આરતીબપોરે 12.15 વાગ્યે
      મંદિર બંધ, ઠાકોરજી પોઢી જશેબપોરે 12.30 વાગ્યે
      મંદિર ખૂલશેબપોરે 2.15 વાગ્યે
      સંધ્યા આરતીસાંજે 7.00 વાગ્યે
      શયન આરતીરાત્રે 8.15 વાગ્યે
      મંદિર બંધરાત્રે 8.30 વાગ્યે
      artical Via – vtvgujarati

      Leave a comment